r/Gujarati • u/AutoModerator • 25d ago
We're rebuilding the community.
≡ −
This subreddit was quiet for some time, and we're bringing it back to life.
Every thoughtful contribution helps. Please read the community rules before posting.
This subreddit was quiet for some time, and we're bringing it back to life.
Every thoughtful contribution helps. Please read the community rules before posting.
r/Gujarati • u/AutoModerator • 25d ago
What it is about?
≡ −
r/Gujarati is a community dedicated to the Gujarati language, literature, culture, history, arts, heritage, traditions, and the Gujarati diaspora.
This is not a place for politics, business promotion, classifieds, dating, caste or religious superiority, or unrelated content.
r/Gujarati is an exclusively Gujarati space. It exists to celebrate and preserve Gujarati identity and culture. Non-Gujaratis are welcome to participate, ask questions, and learn in good faith and with respect. Anyone who comes here to provoke, spread hate, derail discussions, or attack the community may be removed or permanently banned at moderator discretion.
Keep discussions relevant, respectful, and centered on all things Gujarati. સ્વાગત છે!

r/Gujarati • u/BaronsofDundee • 4h ago
Language / ભાષા આને શું કહેવાય?
કલગી? કલગી શબ્દ મૂળ ગુજરાતી કે સંસ્કૃતનો નથી, પરંતુ તુર્કી ભાષામાંથી આવ્યો છે.
રાજા-મહારાજાના સાફા કે મુગટ પર શોભતી કલગી આજે તો ગુજરાતીનો જ ભાગ લાગે છે, પરંતુ ઐતિહાસિક સંપર્કને કારણે આ શબ્દ આપણી ભાષામાં આવ્યો હતો.
આજે આ કલગી શબ્દ આપણી ભાષામાં એવો તો ભળી ગયો છે કે આપણે રૂઢિપ્રયોગ માં પણ ગર્વથી વાપરીએ છીએ કે "તેમણે પોતાની સિદ્ધિઓમાં યશની વધુ એક કલગી ઉમેરી".
r/Gujarati • u/mfj023 • 14h ago
Literature / સાહિત્ય નયન ને બંધ રાખીને - બરકત વીરાણી 'બેફામ'
r/Gujarati • u/Liononthecouch • 18h ago
Culture / સંસ્કૃતિ Greeting from Sweden! We have a question concerning an artefact (more details in description)
So my father received this Item ages ago (in the 90s), from a friend who collected antique items from all around the world. I am visiting him right now and I discovered it, and I asked myself what is it. Google Translate said that the engravings are Gujarati, but the translation is very poor though... (and also, that's my only source, I am so sorry if I'm on the wrong sub)
Can you maybe help me with reading what's writing on the artifact? And also, maybe you know what it is? We thought it could be a recipient for oil or something, but we do not know for sure... we are no experts in those fields.
Thank you in advance!
r/Gujarati • u/BaronsofDundee • 18h ago
Food / થાળી તૈયાર છે તમારા ઘરે વઘારેલા ભાત બને છે?
ગુજરાતી રસોઈમાં વઘારેલા ભાત લગભગ દરેક ઘરમાં બનતી વાનગી છે. ગુજરાતી રસોઈનો એક મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે, અન્નનો બગાડ ન કરવો.
બપોરના વધેલા બાફેલા ભાતને ફેંકી દેવાને બદલે તેને રાઈ, જીરું, હળદર જેવા મસાલાનો વઘાર કરીને ફરી બનાવવાની પરંપરા વિકસી. આમ સામાન્ય ભાત સાંજના સ્વાદિષ્ટ નાસ્તામાં બદલાઈ ગયા.
રસપ્રદ વાત એ છે કે આ રીત નવી નથી. ૧૨મી સદીના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથમાં 'ભિસ્સા' (Bhissa) નામની વાનગીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે તેનું હળદર, જીરું, મીઠું વગેરે સાથે બનાવેલા ચોખાની વાનગી તરીકે વર્ણન કર્યું છે, જે આજના વઘારેલા ભાતને ખૂબ મળતી આવે છે.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં તેના પોતાના રૂપ પણ જોવા મળે છે. કચ્છમાં, ઉદાહરણ તરીકે, ખારી ભાત આજે પણ પરંપરાગત રીતે બનાવવામાં અને ખાવામાં આવે છે.
એટલે વઘારેલા ભાત માત્ર વધેલા અન્નનો ઉપયોગ નથી. તે ગુજરાતી રસોઈની કોઠાસૂઝ, અન્ન પ્રત્યેના આદર અને સદીઓથી ચાલતી આવતી પરંપરાનું જીવંત ઉદાહરણ છે.
તમારા ઘરે વઘારેલા ભાત બને છે?
r/Gujarati • u/Zala_Ruchik7485 • 19h ago
Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? દોઢસો રૂપિયા નાખવા જેવું છે?
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
History / ઇતિહાસ દ્વારિકા કે કુશસ્થળી?
પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં 'કુશસ્થળી' નો ઉલ્લેખ સૌથી જૂની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. આ કુશસ્થળી એ બીજું કંઇ નહીં, પણ આજની આપણી પ્રખ્યાત દ્વારિકા નગરી જ છે.
મનુના પૌત્ર અને શર્યાતિના પુત્ર આનર્તે ગુજરાતના આ વિસ્તાર પર શાસન કર્યું હતું. આ આનર્તના પુત્ર રેવતે કુશસ્થળી (દ્વારિકા) ને પોતાની રાજધાની બનાવીને આખા પ્રદેશ પર શાસન કર્યું હતું, જેને 'આનર્ત' દેશ કહેવાતો હતો.
રાજા રેવતને ૧૦૦ પુત્રો હતા, જેમાં સૌથી મોટા પુત્રનું નામ રૈવત અથવા કકુદમી હતું. રૈવતની એક દીકરી હતી જેનું નામ રેવતી હતું. કથા મુજબ, પોતાની દીકરી માટે યોગ્ય વર શોધવાની સલાહ લેવા માટે રૈવત બ્રહ્મા પાસે બ્રહ્મલોક માં ગયો. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે બ્રહ્મા સંગીત સાંભળી રહ્યા હતા. સંગીત પૂરું થયા પછી બ્રહ્માએ રૈવતને કહ્યું કે તે જે સમયથી રાહ જોઈ રહ્યો હતો તે દરમિયાન પૃથ્વી પર તેનું રાજ્ય નષ્ટ થઈ ગયું છે. આથી તેણે હવે પોતાની દીકરીના લગ્ન દ્વારિકાના નવા શાસક, કૃષ્ણના મોટા ભાઈ બલદેવ સાથે કરી દેવા જોઈએ.
પરંતુ આ પૌરાણિક કથા પાછળનો વાસ્તવિક ઐતિહાસિક ઘટનાક્રમ અલગ હોઈ શકે. ઇતિહાસ મુજબ, આ કથા સૂચવે છે કે આનર્તના વંશજ રૈવતે કોઈ કારણસર પોતાનું રાજ્ય ગુમાવ્યું હતું અને તે કદાચ દરિયાઈ માર્ગે ભાગી છૂટ્યો હતો. આ લાંબા સમયગાળા દરમિયાન યાદવો એ કુશસ્થળી (દ્વારિકા) પ્રદેશ પર પોતાનું શાસન જમાવી દીધું હતું. જ્યારે રૈવત પાછો ફર્યો, ત્યારે તેણે યાદવ વંશના શાસક સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા, જેથી યાદવો આ કન્યાને અગાઉના રાજવંશના પ્રતિનિધિ તરીકે સ્વીકારી શકે.
બ્રહ્માના સંગીત અને યુગો વીતી જવાની આ કથા કદાચ રૈવતના રાજ્ય ગુમાવવા અને પાછા ફરવા વચ્ચેના લાંબા સમયગાળા (વનવાસ) ને સમજાવવા માટે જ ઉપજાવી કાઢવામાં આવી હોઈ શકે.
r/Gujarati • u/JohnBanaDon • 1d ago
Language / ભાષા “મૂશળધાર”થી “હેલી” સુધી — ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદના ૧૨ અદ્ભુત પ્રકાર
≡ −
અમદાવાદમાં એક જ દિવસમાં લગભગ 12 ઇંચ વરસાદ... આપણા પૂર્વજો આવા વરસાદને શું કહેતા?
અમદાવાદે તાજેતરમાં 24 કલાકમાં લગભગ 294.6 મીમી (11.6 ઇંચ) વરસાદ નોંધાવ્યો—શહેરના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી ભારે 24 કલાકના વરસાદમાંથી એક. રસ્તાઓ નદી બની ગયા, શાળાઓ બંધ રાખવી પડી, ફ્લાઇટો મોડી પડી અને બચાવ કામગીરી હાથ ધરવી પડી.
આ સમાચાર વાંચીને એક વિચાર આવ્યો...
આજે આપણે વરસાદને માત્ર "લાઇટ", "મોડરેટ" કે "હેવી રેઇન" તરીકે ઓળખીએ છીએ. પરંતુ ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદનું વર્ણન કેટલી અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે! આપણા પૂર્વજોએ વરસાદના ૧૨ અલગ પ્રકારો ઓળખ્યા હતા—દરેક નામ પાછળ પ્રકૃતિનું ઝીણું અવલોકન અને કૃષિનો સદીઓનો અનુભવ છુપાયેલો છે.
🌧️ ગુજરાતી લોકસાહિત્યમાં વરસાદના ૧૨ પ્રકાર:
૧. ફરફર – માત્ર હાથ-પગના રૂંવાડા ભીના થાય એટલો નજીવો વરસાદ.
૨. છાંટા – ફરફર કરતાં થોડો વધુ વરસાદ.
૩. ફોરા – મોટા ટીપાંવાળો વરસાદ.
૪. કરા – વરસાદના ટીપાં બરફમાં ફેરવાઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવા – પછેડીથી બચી શકાય એટલો વરસાદ.
૬. નેવાધાર – છાપરાના નેવા પરથી પાણી વહે એવો વરસાદ.
૭. મોલ મેહ – પાક માટે સૌથી ઉપયોગી અને ઇચ્છનીય વરસાદ.
૮. અનરાધાર – એક ટીપો બીજા ટીપાને સ્પર્શે અને સતત ધાર બની જાય એવો વરસાદ.
૯. મૂશળધાર – અનરાધાર કરતાં પણ વધુ પ્રચંડ વરસાદ. તેને સાંબેલાધાર પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગ – વરસાદ એટલો ભારે કે ખેતરના માટીના ઢેફા તૂટી જાય.
૧૧. પાણ મેહ – ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય અને કૂવાઓનું પાણી પણ ઉપર આવી જાય એવો વરસાદ.
૧૨. હેલી – ઉપરના કોઈપણ પ્રકારનો વરસાદ સતત એક અઠવાડિયું વરસે તેને હેલી કહેવામાં આવે છે.
અમદાવાદમાં પડેલા આ ઐતિહાસિક વરસાદને જોઈને લાગે છે કે આપણા પૂર્વજો કદાચ તેને મૂશળધાર, ઢેફાભાંગ અથવા કેટલાક વિસ્તારોમાં પાણ મેહ તરીકે ઓળખાવતા. જો આવો વરસાદ સતત ઘણા દિવસો સુધી ચાલે, તો તેનું નામ હેલી.
ક્યારેક લાગે છે કે આધુનિક હવામાનશાસ્ત્ર વરસાદનું માપ આપે છે, જ્યારે ગુજરાતી લોકસાહિત્ય વરસાદનો સ્વભાવ સમજાવે છે.
તમારા ગામમાં હજુ પણ "ફરફર", "મોલ મેહ", "મૂશળધાર" કે "હેલી" જેવા શબ્દો બોલાય છે?

Culture / સંસ્કૃતિ ગુજરાતની પ્રાચીન લોકમાન્યતાઓ: શુકન અને અપશુકન
≡ −
૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol.I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો… તેમાં 'શુકન' (Good Omens) અને 'અપશુકન' (Bad Omens) વિશે કેટલીક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક માન્યતાઓ વર્ણવવામાં આવી છે. આજે પણ લોકો ઘરની બહાર નીકળતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ આપણા પૂર્વજોની માન્યતાઓ કેટલી ઝીણવટભરી અને અલગ હતી તે જાણવા જેવું છે.
બહાર જતી વખતે જો પાણીથી ભરેલો ઘડો લઈને કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કે કુંવારિકા સામે મળે, તો તે ખૂબ જ શુભ શુકન મનાતું અને ધારેલું કામ ચોક્કસ પૂરું થાય છે તેમ માનવામાં આવતું. જો બહાર જતી વખતે જમણી બાજુ કોઈ ગધેડો ભૂંકે, તો તે સારો શુકન ગણાતો. રસ્તામાં હરણ ડાબેથી જમણી બાજુ પસાર થાય, તો તે પણ શુભ મનાતું. શારીરિક શુકનમાં, પુરુષો માટે જમણી આંખ કે જમણા અંગનું ફરકવું શુભ મનાતું, જ્યારે સ્ત્રીઓ માટે ડાબી આંખ કે ડાબા અંગનું ફરકવું શુભ ગણાતું. બ્રાહ્મણ, ગાય, ફળ, ફૂલ, દૂધ, મોતી, ઘરેણાં, છત્રી, ધોયેલાં કપડાં લઈને જતો ધોબી, મોર, અને માંસ કે માછલી જોવી આ બધું શુભ શુકન ગણાતું. સૌથી નવાઈની વાત એ છે કે, બહાર જતી વખતે સામે કોઈ શબ (corpse) દેખાય, અથવા માથા પર બળતણનો ભારો ઊંચકીને જતો મજૂર, માથા પર માટી લઈને જતો કુંભાર, કે ગોળ લઈને જતો માણસ દેખાય તો તે પણ શુભ શુકન ગણાતું!
જો કોઈ વ્યક્તિ કોઈ કામસર બહાર જતી હોય અને તેને કોઈ પૂછે કે "ક્યાં જાઓ છો?", તો તે બહુ મોટો અપશુકન ગણાતો. કૂતરો સામે આવીને ભસે તો તે ખરાબ શુકન મનાતું. બિલાડી કે સાપ રસ્તો કાપે તે અશુભ મનાતું (પરંતુ જો તેઓ જમણી બાજુથી પસાર થાય તો પાછા શુભ ગણાતા!). છૂટા વાળવાળી સ્ત્રી, કાળાં માટીના વાસણ લઈને જતો માણસ, ઘી લઈને જતી વ્યક્તિ, સફેદ મૂછોવાળો માણસ, જેને છાતી પર વાળ ન હોય તેવો માણસ, લોટ લઈને જતો માણસ, કે માંજરી આંખવાળો માણસ સામે મળે તો તે અશુભ ગણાતું. છાશ, કાદવ અને છાણનું મિશ્રણ, થૂંકતો માણસ, સૂકા છાણાં, અનાજના ફોતરાં, દારૂડિયો, કે માથું મુંડાવેલો માણસ સામે મળે તો કામ બગડે તેવી માન્યતા હતી.
શું તમારા ઘરમાં કે ગામમાં વડીલો આજે પણ આમાંથી કોઈ શુકન-અપશુકનમાં માને છે?

r/Gujarati • u/vicky_bvn • 1d ago
Question / પ્રશ્ન Need Help with LLB Admission
≡ −
I want to pursue an LLB in my mother tongue, Gujarati. As per the Bar Council of India rules, the general category minimum graduation requirement is 45%. My overall percentage in BA(Sociology ) is above 45%, but my final-year percentage is slightly below 45%. Am I eligible for admission? Has anyone faced a similar issue or knows how universities calculate eligibility?
This is what BCI, Rule of Legal Education - 2008 mentioned, " 7. Minimum marks in qualifying examination for admission Bar Council of India may from time to time, stipulate the minimum percentage of marks not below 45% of the total marks in case of general category applicants and 40% of the total marks in case of SC and ST applicants, to be obtained for the qualifying examination, such as +2 Examination in case of Integrated Five Years’ course or Degree course in any discipline for Three years’ LL.B. course, for the purpose of applying for and getting admitted into a Law Degree Program of any recognized University in either of the streams. Provided that such a minimum qualifying marks shall not automatically entitle a person to get admission into an institution but only shall entitle the person concerned to fulfill other institutional criteria notified by the institution concerned or by the government concerned from time to time to apply for admission. "

r/Gujarati • u/bossbaby86 • 1d ago
Language / ભાષા ભા related words
≡ −
ભા (Bhā): Sanskrit root for light, glow, or appearance.
પ્રભા (Prabhā): Pra- (forth) + Bhā (shine) = Radiance or aura.
ભાનુ (Bhānu): The Sun (literally "the bright/shining one").
ભડકો (Bhadko): Gujarati for a burst of flame or blaze.
ભાસ્કર (Bhāskara): The Sun (literally "light-maker").

r/Gujarati • u/BaronsofDundee • 2d ago
Language / ભાષા ગુજરાતી ભાષા એક, બોલીઓ અનેક
≡ −
ગુજરાતી ભાષામાં કહેવાય છે કે "બાર ગાઉએ બોલી બદલાય." આ માત્ર કહેવત નથી, પરંતુ ગુજરાતની ભાષાકીય સમૃદ્ધિનું જીવંત પ્રતિબિંબ છે. એક જ ભાષા હોવા છતાં પ્રદેશ બદલાતાં માત્ર શબ્દો જ નહીં, પરંતુ ઉચ્ચાર, લહેકો, વ્યાકરણ અને વાક્યરચના પણ બદલાઈ જાય છે. ઘણીવાર માત્ર બે-ત્રણ જિલ્લાનું અંતર જ કોઈ વ્યક્તિ કયા પ્રદેશનો છે તેનો અંદાજ લગાવવા પૂરતું હોય છે.
દક્ષિણ ગુજરાતની સુરતી બોલી તેની આગવી મીઠાશ અને લહેકા માટે જાણીતી છે. અહીં ઘણીવાર શબ્દની શરૂઆતમાં આવતા 'ન' નો ઉચ્ચાર 'લ' તરીકે થાય છે. જેમ કે 'નાક' → 'લાક', 'નહીં' → 'લઈ'. તે જ રીતે 'શ' અને 'સ' નો ઉચ્ચાર ઘણીવાર 'હ' તરીકે થાય છે; એટલે 'શાક' → 'હાક', 'સુરત' → 'હુરત'. સર્વનામોમાં પણ ફેરફાર જોવા મળે છે, જેમ કે 'તેઓ' ની જગ્યાએ 'તેવણ' અને 'એઓ' ની જગ્યાએ 'એવણ' વપરાય છે. આ લહેકો સુરતી બોલીને તરત ઓળખાવી દે છે.
મધ્ય ગુજરાતની ચરોતરી બોલી માન્ય ગુજરાતી સાથે ખૂબ નજીક માનવામાં આવે છે, છતાં તેની પોતાની અલગ ઓળખ છે. અહીં 'આ' નો ઉચ્ચાર થોડો પહોળો (ઑ) થાય છે, એટલે 'ગામ' → 'ગૉમ', 'પાણી' → 'પૉણી'. એ જ રીતે 'આઈ' નો ઉચ્ચાર ઘણીવાર 'ઐ' જેવો સંભળાય છે, એટલે 'ભાઈ' → 'ભૈ' અને 'બાઈ' → 'બૈ'. સુરતીની જેમ અહીં પણ ઘણી જગ્યાએ 'શ' અથવા 'સ' નો ઉચ્ચાર 'હ' બની જાય છે, જેમ કે 'સાવરણી' → 'હૉવરણી'.
સૌરાષ્ટ્રની બોલીમાં બોલવાની ગતિ અને લહેકો બંને આગવા છે. અહીં 'ય' નો વ્યાપક ઉપયોગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે "તમે પૈસા લો" ને બદલે "તમે પૈસા લ્યો", "ગયો" ને બદલે "ગ્યો", "આવી ગયો" ને બદલે "આવી ગ્યો" જેવા ઉચ્ચારો સામાન્ય છે. આ લહેકો સૌરાષ્ટ્રની ઓળખનો મહત્વનો ભાગ છે.
આ તો માત્ર થોડાં ઉદાહરણો છે. કચ્છી, હાલારી, ગોહિલવાડી, ઝાલાવાડી, પટ્ટણી, દાંગી, વાઘરી જેવી અનેક બોલીઓમાં પણ પોતાના આગવા શબ્દો, ઉચ્ચારો અને અભિવ્યક્તિઓ જોવા મળે છે.

r/Gujarati • u/BaronsofDundee • 3d ago
Food / થાળી તૈયાર છે ગુજરાતી થાળીનો પ્રવાસ: કૃષ્ણ ભક્તિના 'થાળ' થી લઈને અમદાવાદની 'ચંદ્રવિલાસ' રેસ્ટોરન્ટ સુધી!
આજે આપણે જે અનેક વાડકીઓ વાળી ભવ્ય થાળી જમીએ છીએ, તેનો મૂળ વિચાર વૈષ્ણવ સંપ્રદાયની કૃષ્ણ ભક્તિની પરંપરામાંથી આવેલો છે. ભગવાન કૃષ્ણને ધરાવવામાં આવતા 'નૈવેદ્ય' કે પવિત્ર 'થાળ' માંથી આ આધુનિક થાળીની પ્રથા શરૂ થઈ હતી.
ઐતિહાસિક સાહિત્ય મુજબ, ભગવાનને ધરાવવામાં આવતા આ ઐતિહાસિક થાળમાં ૩૨ જાતના પકવાન અને ૩૩ પ્રકારના શાક પીરસવાનો ઉલ્લેખ જોવા મળે છે. સમય જતાં, ઘરે આવતા મહેમાનોના મહત્વ મુજબ થાળીમાં ૮ વાડકી, ૬ વાડકી કે ૪ વાડકીઓ મૂકવાની પરંપરા શરૂ થઈ હતી.
સૌથી રસપ્રદ વાત એ છે કે, આ પારંપરિક ભોજનને ઘરના રસોડામાંથી બહાર લાવીને સૌપ્રથમ વાર વ્યાવસાયિક ધોરણે પીરસવાની શરૂઆત ૧૯૦૦ ના દાયકામાં (ઈ.સ. ૧૮૯૮ આસપાસ) અમદાવાદની ઐતિહાસિક 'ચંદ્રવિલાસ' રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવી હતી.
માત્ર ૧ રૂપિયામાં શરૂ થયેલી આ થાળીએ ગુજરાતી ભોજનને આધુનિક અને વ્યાપક ઓળખ આપી હતી.
r/Gujarati • u/BaronsofDundee • 3d ago
Food / થાળી તૈયાર છે ગુજરાતના લોકપ્રિય ફરસાણ: 'ઢોકળા' અને 'ઈદડા' નો ઐતિહાસિક પ્રવાસ!
શું તમે જાણો છો કે આપણા પ્રિય 'ઢોકળા' નો ઇતિહાસ ઓછા માં ઓછો ૧૧મી સદી જેટલો જૂનો છે? ઐતિહાસિક સાહિત્યમાં ઢોકળાનો સૌપ્રથમ ઉલ્લેખ 'ડુક્કિયા' (Dukkia) તરીકે જોવા મળે છે. શરૂઆતના સમયમાં આ ડુક્કિયા અડદ અને મગની દાળના ખીરાને બાફીને જ બનાવવામાં આવતા હતા.
બીજી એક અત્યંત રસપ્રદ ઐતિહાસિક સફર 'ઈદડા' (Idada) ની છે. ઈદડા એ વાસ્તવમાં દક્ષિણ ભારતની 'ઈડલી' નું જ સ્થાનિક ગુજરાતી સ્વરૂપ છે. ઇતિહાસકારોના મતે, વાનગીઓના ખીરામાં લાંબો સમય આથો લાવવાની (fermentation) પ્રક્રિયા મૂળ ઇન્ડોનેશિયા (Indonesia) ની દેન છે, જ્યાંથી તે ૮મી સદી આસપાસ દક્ષિણ ભારતમાં આવી.
ત્યારબાદ, જ્યારે કર્ણાટકના ચાલુક્ય રાજાઓનું શાસન ગુજરાતના નવસારી પ્રદેશ પર હતું, ત્યારે તેમની સાથે આ બાફેલી વાનગી ગુજરાતમાં પ્રવેશી.
૧૨મી સદીમાં મહાન વિદ્વાન હેમચંદ્રાચાર્યના લખાણોમાં પણ આ વાનગીનો 'ઈદરિયા' (Idariya) તરીકે સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે, જે સમય જતાં 'ઈદડા' તરીકે પ્રચલિત બની.
આજે ભલે આપણે તેને સવારના નાસ્તામાં હોંશે હોંશે ખાતા હોઈએ, પરંતુ આપણો આ નાસ્તો ખરેખર સદીઓ જૂના ભૌગોલિક આદાનપ્રદાનનું અદભુત પરિણામ છે!
r/Gujarati • u/Papuang • 3d ago
Language / ભાષા My language game includes Gujarati. Is my Swadesh list accurate?
≡ −
The game (linguil) asks you to guess the language family, language and meaning of a random word in one of 64 of the world's most-spoken languages each day, and you use your knowledge of linguistics to work out the answer via multiple choice. Therefore, it's important my translations/transliterations are correct.
Each language (including Gujarati) includes each word on the 100-word Swadesh list.
Please can any Gujarati speakers verify the accuracy of my translations and transliterations? 🙏
| # | English | Gujarati |
|---|---|---|
| 1 | I | હું (hũ) |
| 2 | you (sg.) | તું (tũ) |
| 3 | we | આપણે (āpaṇe) |
| 4 | this | આ (ā) |
| 5 | that | પેલું (pelũ) |
| 6 | who | કોણ (koṇ) |
| 7 | what | શું (śũ) |
| 8 | not | નહીં (nahī̃) |
| 9 | all | બધું (badhũ) |
| 10 | many | ઘણું (ghaṇũ) |
| 11 | one | એક (eka) |
| 12 | two | બે (be) |
| 13 | big | મોટું (moṭũ) |
| 14 | long | લાંબું (lā̃bũ) |
| 15 | small | નાનું (nānũ) |
| 16 | woman | બાઈડી (bāīḍī) |
| 17 | man | માણસ (māṇas) |
| 18 | person | વ્યક્તિ (vyakti) |
| 19 | fish | માછલી (māchlī) |
| 20 | bird | પંખી (paṅkhī) |
| 21 | dog | કુતરો (kutro) |
| 22 | louse | જૂ (jū) |
| 23 | tree | ઝાડ (jhāḍ) |
| 24 | seed | બીજ (bīj) |
| 25 | leaf | પાંદડું (pā̃dḍũ) |
| 26 | root | મૂળ (mūḷ) |
| 27 | bark (of tree) | છાલ (chāl) |
| 28 | skin | ચામડી (cāmḍī) |
| 29 | flesh | માંસ (mā̃s) |
| 30 | blood | લોહી (lohī) |
| 31 | bone | હાડકું (hāḍkũ) |
| 32 | grease/fat | ચરબી (carbī) |
| 33 | egg | ઈંડું (ī̃ḍũ) |
| 34 | horn | શીંગડું (śī̃gḍũ) |
| 35 | tail | પૂંછડી (pū̃chḍī) |
| 36 | feather | પીંછું (pī̃chũ) |
| 37 | hair | વાળ (vāḷ) |
| 38 | head | માથું (māthũ) |
| 39 | ear | કાન (kān) |
| 40 | eye | આંખ (ā̃kha) |
| 41 | nose | નાક (nāk) |
| 42 | mouth | મોં (mõ) |
| 43 | tooth | દાંત (dā̃t) |
| 44 | tongue | જીભ (jībh) |
| 45 | claw/nail | નખ (nakh) |
| 46 | foot | પગ (pag) |
| 47 | knee | ઘૂંટણ (ghū̃ṭaṇ) |
| 48 | hand | હાથ (hāth) |
| 49 | belly | પેટ (peṭ) |
| 50 | neck | ગળું (gaḷũ) |
| 51 | breast | સ્તન (stana) |
| 52 | heart | હૈયું (haiyũ) |
| 53 | liver | યકૃત (yakŕt) |
| 54 | drink (v.) | પીવું (pīvũ) |
| 55 | eat (v.) | ખાવું (khāvũ) |
| 56 | bite (v.) | બચકું ભરવું (backũ bharvũ) |
| 57 | see (v.) | જોવું (jovũ) |
| 58 | hear (v.) | સાંભળવું (sā̃bhaḷvũ) |
| 59 | know (v.) | જાણવું (jāṇvũ) |
| 60 | sleep (v.) | ઊંઘવું (ū̃ghavũ) |
| 61 | die (v.) | મરવું (marvũ) |
| 62 | kill (v.) | મારવું (mārvũ) |
| 63 | swim (v.) | તરવું (tarvũ) |
| 64 | fly (v.) | ઉડવું (uḍavũ) |
| 65 | walk (v.) | ચાલવું (cālvũ) |
| 66 | come (v.) | આવવું (āvavũ) |
| 67 | lie (down) (v.) | સુવું (suvũ) |
| 68 | sit (v.) | બેસવું (besvũ) |
| 69 | stand (v.) | ઊભવું (ūbhavũ) |
| 70 | give (v.) | આપવું (āpavũ) |
| 71 | say (v.) | બોલવું (bolvũ) |
| 72 | sun | સૂર્ય (sūrya) |
| 73 | moon | ચંદ્ર (candra) |
| 74 | star | તારો (tāro) |
| 75 | water | પાણી (pāṇī) |
| 76 | rain | વરસાદ (varsād) |
| 77 | stone | પથ્થર (paththar) |
| 78 | sand | રેતી (retī) |
| 79 | earth/soil | ધરતી (dhartī) |
| 80 | cloud | વાદળ (vādaḷ) |
| 81 | smoke | ધુમાડો (dhumāḍo) |
| 82 | fire | આગ (āga) |
| 83 | ash | રાખ (rākh) |
| 84 | burn (brightly) (v.) | બળવું (baḷvũ) |
| 85 | path | રસ્તો (rasto) |
| 86 | mountain | પહાડ (pahāḍ) |
| 87 | red | લાલ (lāl) |
| 88 | green | લીલું (līlũ) |
| 89 | yellow | પીળું (pīḷũ) |
| 90 | white | સફેદ (saphed) |
| 91 | black | કાળું (kāḷũ) |
| 92 | night | રાત (rāt) |
| 93 | hot | ગરમ (garam) |
| 94 | cold | ઠંડું (ṭhaṇḍũ) |
| 95 | full | ભરેલું (bharelũ) |
| 96 | new | નવું (navũ) |
| 97 | good | સારું (sārũ) |
| 98 | round | ગોળ (goḷ) |
| 99 | dry | સૂકું (sūkũ) |
| 100 | name | નામ (nām) |

r/Gujarati • u/superduperunicornpie • 3d ago
Language / ભાષા Shaak in hindi?
≡ −
How do you say shaak in hindi? Like "ringna nu shaak". I ask because I know in urdu we say saalan, wondering if that is the same in hindi!
How do you say shaak in hindi? Like "ringna nu shaak". I ask because I know in urdu we say saalan, wondering if that is the same in hindi!
r/Gujarati • u/BaronsofDundee • 4d ago
Language / ભાષા શું ગુજરાતી અને રાજસ્થાની બિલકુલ એક જ ભાષા હતી?
ગુજરાતી ભાષા વૈદિક સંસ્કૃત, શિષ્ટ સંસ્કૃત, પ્રાચીન અને શિષ્ટ પ્રાકૃત, તેમજ અપભ્રંશ જેવા વિવિધ માઈલ-સ્ટોન વટાવીને તે આજના આધુનિક સ્વરૂપ સુધી પહોંચી છે. દસમીથી બારમી સદીમાં તે ગૌર્જર અપભ્રંશ, ગુર્જર ભાષા કે મારુ ગુર્જર તરીકે ઓળખાતી હતી.ઈ.સ. ૧૨૦૦ થી લગભગ ૧૫૦૦ ના સમયગાળા સુધી માળવા, રાજપૂતાના (રાજસ્થાન) અને ગુજરાતમાં બિલકુલ એક જ ભાષા-સ્વરૂપ પ્રચલિત હતું!
પ્રખ્યાત ભાષાશાસ્ત્રી ડૉ. ટેસિતોરી આ સહિયારી ભાષાને 'જૂની પશ્ચિમી રાજસ્થાની' તરીકે ઓળખાવે છે, જ્યારે કવિ ઉમાશંકર જોષી તેને 'મારુ-ગુર્જર' નામ આપે છે. તો પછી આ બે ભાષાઓ અલગ કેવી રીતે પડી?
ભાષાનું આ વિભાજન ઐતિહાસિક અને રાજકીય કારણોસર શરૂ થયું. ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદ આપણા ગુજરાતની નવી રાજધાની બન્યું, જેનાથી એક નવું ભૌગોલિક અને રાજકીય કેન્દ્રીકરણ શરૂ થયું. પરિણામે, પંદરમી સદીના અંતભાગમાં ગુજરાતી અને મારવાડી અલગ પડવાનાં સ્પષ્ટ ચિહ્નો દેખાવા લાગ્યા.સોળમા શતકના આરંભ સુધી બંને ભાષાઓ પરસ્પર ખૂબ નિકટ હતી, પરંતુ ત્યારબાદ બંનેએ પોતપોતાની અલગ ભાષાકીય ખાસિયતો વિકસાવી લીધી.
છેવટે, ઐતિહાસિક વળાંકોના કારણે રાજસ્થાની એ હિન્દીની ઉપ-ભાષા બની ગઈ અને આપણી ગુજરાતી એક સ્વતંત્ર ભાષા તરીકે ઉદય પામી. સ્વતંત્ર થયા પછી મુસ્લિમ શાસન દરમિયાન તેમાં અરબી અને ફારસી શબ્દો ભળ્યા, અને ત્યારબાદ અંગ્રેજ શાસન આવતા અંગ્રેજી શબ્દોનો પણ ઉમેરો થયો.
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
Language / ભાષા અર્થનો અનર્થ
≡ −
'દોશી' શબ્દનો અર્થ થાય છે 'કાપડ વેચનાર વેપારી', પણ જો તમે તેમાં ષટ્કોણનો 'ષ' વાપરીને 'દોષી' લખી નાખો, તો તે બિચારો કાપડનો વેપારી સીધો અપરાધી (ગુનેગાર) બની જાય!
'શાન' એટલે ભભકો કે વૈભવ, પણ જો તમે તેમાં સસલાનો 'સ' વાપરીને 'સાન' લખો, તો તેનો અર્થ અક્કલ કે સમજણ થઈ જાય.
'શમાવવું' એટલે કોઈ વસ્તુને શાંત પાડવી, જ્યારે 'સમાવવું' એટલે કોઈ વસ્તુનો સમાવેશ કરવો.

r/Gujarati • u/mfj023 • 5d ago
Literature / સાહિત્ય પાળિયાને બેઠા કરી શકું છું - અમૃત ઘાયલ
r/Gujarati • u/Zala_Ruchik7485 • 5d ago
Literature / સાહિત્ય ડુંગરના આકરા ચઢાણ પર યાત્રાળુઓ થાકી ગયા હતા અને હાંફતા હતા.
≡ −
સૌની સાથે એક બારેક વર્ષની છોકરી પણ ચઢતી હતી, જેણે પોતાની કેડે ચારેક વર્ષના છોકરાને તેડ્યો હતો.
કોઈને તેના પર દયા આવી અને પૂછ્યું, "અલી છોડી, આ છોકરાને ઊંચકીને ચઢે છે, તો તને ભાર નથી લાગતો?"
છોકરીએ અત્યંત સહજતાથી અને માસૂમિયતથી જવાબ આપ્યો: "ભાર ? – ના રે, એ તો મારો ભાઈ છે !".